તારીખ 24/11/2025 આ દિવસ સાથે તારાપુર APMCના અગાઉના ચેરમેનનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો. લોકશાહી પ્રક્રિયા મુજબ એ જ દિવસે કે તાત્કાલિક પછી નવા ચેરમેનની નિમણૂક થવી જોઈતી હતી. પરંતુ આજે 22 દિવસ વીતી ગયા, છતાં તારાપુર APMC આજે પણ ચેરમેન વગર ચાલે છે.

પ્રશ્ન માત્ર ખુરશીનો નથી…
પ્રશ્ન છે ખેડૂતના હિત, બજારની પારદર્શિતા અને વિશ્વાસના તંત્રનો.
આ મૌન વિલંબ વચ્ચે લોકમુખે એક ગંભીર ચર્ચા ગુંજાઈ રહી છે. ચર્ચાઓ મુજબ તારાપુર APMC દ્વારા થોડા સમય પહેલાં નવા માર્કેટ યાર્ડ માટે જમીન પસંદ કરાઈ હતી, અને એ જમીન સાથે કટકીના પ્લાન જોડાયેલા હોવાની વાતો ચર્ચામાં છે. કહેવાય છે કે જમીનના દસ્તાવેજ હજુ બાકી છે, અને તેથી જ નવા ચેરમેનની નિમણૂક અટકાવવામાં આવી છે.
અફવા હોય કે હકીકત આ પ્રશ્નનો જવાબ કોણ આપશે?

જો બધું સ્વચ્છ છે, તો ડર કેમ?જો પ્રક્રિયા પારદર્શક છે, તો વિલંબ કેમ?
અને જો ખેડૂતના હિતમાં નિર્ણય લેવાશે, તો ચેરમેન વગર બજાર કેમ?
APMC એ વેપારનું મંડપ નથી,એ ખેડૂતના પરસેવાનો હિસાબ છે.
અહીં લેવાતા દરેક નિર્ણયનો સીધો અસર
ખેડૂતની આવક, ભાવ અને વિશ્વાસ પર પડે છે.
આજે તારાપુર APMCમાં ચેરમેનની ખુરશી ખાલી છે,
પણ એ ખુરશીથી વધુ ખાલી છે,જવાબદારી.
જમીનના દસ્તાવેજ પહેલાં પુરા થાય કે ખેડૂતનો વિશ્વાસ પહેલાં?
નિર્ણય પહેલા સોદા થાય
કે નિયમો મુજબ સત્તા મળે?
આ પ્રશ્નો માત્ર ચર્ચા નથી,
આ પ્રશ્નો ચેતવણી છે.કારણ કે જ્યાં સત્તા વિલંબથી મળે,ત્યાં શંકાઓ ઝડપથી જન્મે છે.
અને જ્યાં શંકાઓ રાજ કરે,ત્યાં વિશ્વાસ મરી જાય છે. હવે સમય છે સ્પષ્ટતા કરવાનો,પારદર્શિતા બતાવવાનો,અને તરત જ તારાપુર APMCને
નવો, જવાબદાર અને સ્વચ્છ ચેરમેન આપવાનો.
કારણ કે APMC કોઈ એક વ્યક્તિની મિલ્કત નથી,
એ ખેડૂતની જીવાદોરી છે.
બ્યુરો: આરીફ શેખ

