August 28, 2026 11:50 pm

મોરજની બદલાશે સુરત… વિકાસે પાથર્યો નવી આશાનો માર્ગ

વર્ષોથી ધૂળ, ખાડા અને મુશ્કેલીઓ વચ્ચે ચાલતું મોરજ આજે વિકાસની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. રૂ. 222.62 લાખના ખર્ચે થનાર મોરજ–ચિખાલિયા રોડ રીસફેસિંગ તથા મોરજ એપ્રોચ સી.સી. રોડના કામનું આજે ખાટમુહર્ત થયું – અને સાથે જ મોરજની સુરત બદલાવાની આશાએ હૈયાં ધબક્યા.

આ માત્ર રોડનું કામ નથી, આ તો ગામના સપનાઓને જોડતો વિકાસનો સેતુ છે. ખેડૂતોના પાકને બજાર સુધી સરળ પહોંચ, વિદ્યાર્થીઓના ભવિષ્ય સુધી સલામત સફર અને રોજિંદા મુસાફરો માટે રાહતનો માર્ગ , આ રસ્તો હવે દરેક મોરજવાસીના હૃદયની જરૂરિયાત બની રહ્યો છે.

આ શુભ પ્રસંગે સોજિત્રા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલની ઉપસ્થિતિએ વિકાસને વિશ્વાસનું બળ આપ્યું. જેમણે માત્ર વચન નહીં, પરંતુ કાર્ય દ્વારા સાબિત કર્યું કે વિકાસ બોલે ત્યારે અવાજ રસ્તાઓ પર ગુંજે છે.

ખાડાઓમાંથી નીકળતી ફરિયાદો હવે કોક્રીટ ની મજબૂતીમાં બદલાશે. ચોમાસામાં અટકતી ગાડીઓ હવે નિર્ભય બની આગળ વધશે. મોરજ માટે આ માર્ગ માત્ર સુવિધા નથી, પરંતુ ગૌરવ અને પ્રગતિનું પ્રતિક બનશે.

જ્યારે શિલાન્યાસ થાય છે ત્યારે પથ્થર નહીં, ભવિષ્ય મૂકાય છે.અને આજે મોરજના ભવિષ્ય પર વિકાસનો મજબૂત પાયો મૂકાયો છે.


બ્યુરો:આરીફ શેખ…