નાર: શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું નથી – સર્વાંગી વિકાસ જ સાચી શિક્ષણયાત્રા છે! આ વિચારને સાકાર કરતાં ગોકુલધામ ઇન્ટરનેશનલ સ્કૂલે વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપમેન્ટ માટે વિવિધ સહ-અભ્યાસિક સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરી શિક્ષણ ક્ષેત્રે અનોખો માપદંડ સ્થાપ્યો છે.
ન
“ન્યૂઝ રીડિંગ સ્પર્ધા: અવાજમાં આત્મવિશ્વાસનો ગુંજારો”
ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ સમાચાર વાંચનમાં ઉચ્ચારની શુદ્ધતા, અવાજની સ્પષ્ટતા અને અસરકારક રજૂઆતથી મંચ ઝૂમી ઉઠ્યો. સંચાર કૌશલ્ય અને આત્મવિશ્વાસનો અદભૂત સમન્વય જોવા મળ્યો.

વાર્તા કથન: કલ્પનાશક્તિનું જીવંત પ્રદર્શન
વિદ્યાર્થીઓએ રસપ્રદ અને પ્રેરણાદાયક વાર્તાઓ દ્વારા પોતાની મૌખિક અભિવ્યક્તિ અને કલ્પનાશક્તિનું ઉત્તમ પ્રદર્શન કર્યું. મંચ પર દરેક વિદ્યાર્થી એક સચ્ચા વાર્તાકાર બનીને છવાઈ ગયો.
“કલરિંગ સ્પર્ધા: રંગોમાં સર્જનાત્મકતાનો વિસ્ફોટ”

નાનકડા વિદ્યાર્થીઓએ વિવિધ રંગોથી કાગળ પર કલાત્મક ચમત્કાર સર્જ્યો. દરેક ચિત્રમાં નિર્દોષ કલ્પનાની ઝલક અને કળાપ્રેમ સ્પષ્ટ દેખાયો.
ટા
“ઈપિંગ સ્પીડ સ્પર્ધા: ડિજિટલ યુગની તૈયારી”
કમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓએ ઝડપ અને ચોકસાઈ સાથે ટાઈપિંગ કરીને પોતાની ટેકનિકલ કુશળતા સાબિત કરી. આધુનિક યુગમાં આગળ વધવા માટેની સજ્જતા સ્પષ્ટ જોવા મળી.
“ફૂડ વિથાઉટ ફાયર: સર્જનાત્મક રસોઈનો સ્વાદ”
અગ્નિના ઉપયોગ વગર પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી વિદ્યાર્થીઓએ પોતાની રસોઈ કળા અને ટીમવર્કનું અનોખું પ્રદર્શન કર્યું.
આ પ્રસંગે સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા પ.પૂજ્ય શુકદેવ પ્રસાદદાસજી સ્વામીએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી શિક્ષકોના સુવ્યવસ્થિત આયોજનને બિરદાવ્યું.
આ સમગ્ર કાર્યક્રમ માત્ર સ્પર્ધા ન હતી – પરંતુ આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને સર્વાંગી વિકાસનો ઉત્સવ હતો.
ગોકુલધામ ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર સાબિત કરી ગયું કે સાચું શિક્ષણ એ જ છે જે વિદ્યાર્થીઓને જીવન માટે તૈયાર કરે!


બ્યુરો આરીફ શેખ

