ચોમાસામાં પડેલા પાછોતરા વરસાદના કારણે રવિ સીઝનમાં વાવણી મોડેથી થવાથી ખેડુતોને સિંચાઈની ભારે ચિંતા સતાવી રહી હતી. પરંતુ હવે તારાપુર અને સોજીત્રા તાલુકાના ખેડુતો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે.

ખેડુતોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્યની આ રજૂઆતને સરકારે ગંભીરતાથી લઈને મહી સિંચાઈ વિભાગને જરૂરી સૂચના આપતા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
આ નિર્ણય મુજબ હવે 30/04/2026 સુધી કેનાલોમાંથી ખેતી માટે સિંચાઈનું પાણી છોડવામાં આવશે, જેથી ઉનાળુ પાકને પૂરતું પાણી મળી રહે અને ખેડુતોને મોટી રાહત મળે.

આ નિર્ણયથી તારાપુર અને સોજીત્રા તાલુકાના ખેડુતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે ઉનાળુ પાક માટે પાણી મળવાથી ઉત્પાદન વધવાની આશા મજબૂત બની છે.
ખેડૂત વર્ગમાં હવે નવી આશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે સરકાર અને સિંચાઈ વિભાગના આ નિર્ણયથી ખેતરોમાં ફરી હરિયાળી છવાય તેવી શક્યતા વધી છે. અને ખાસ ઉનાળું ડાંગર ની ખેતી કરતા ખેડૂતો એ ધારાસભ્ય વિપુલ ભાઈ પટેલ નો આભાર વ્યક્ત કર્યો છે.
બ્યુરો:આરીફ શેખ

