તારાપુર પોલીસની તાકાત — દારૂ મફિયાઓના સપના ચકનાચૂર !
તારાપુર-વટામણ હાઈવે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે પરંતુ આ વખતે દારૂના ધંધાર્થીઓ માટે ખરાબ સમાચાર અને કાયદા માટે મોટી જીત બની છે.
ગઈકાલે સાંજે તારાપુર પોલીસને મળેલી બાતમી બાદ ટોલ ગામ નજીક હાઇવે પર વોચ ગોઠવાઈ હતી. દારૂના વેપારીઓએ સમજ્યું હતું કે શણના કોથળાની આડમાં કાયદાની આંખને છેતરી લઈ જઈશું પી.આઇ. કે.ડી. બ્રહ્મભટ્ટ, પી.એસ.આઈ. જે.બી. વાઘેલા, હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ અને દેવજીભાઈ સહિતની પોલીસની નજર તો પહેલાથી જ તેમની રાહ જોઈ રહી હતી.લાલ રંગની GJ15AT1248 નંબરની
આઇશર રોકતા જ આખી હકીકત બહાર આવી ગઈ.
કોથળા ફમફોસતા અંદરથી નીકળી અલગ-અલગ બ્રાન્ડની 345 પેટી દારૂ , જે કોથળામાં અનાજ ભરાય છે તે કોથળાની આડમાં અનાજ નહીં પરંતુ કાયદાનો મજાક ભરાયો હોય! તેમાંથી ₹16.46 લાખ નો અલગ અલગ બ્રાંડ નો દારુ પકડાયો છે આઇશર સહિત કુલ મુદ્દામાલ: ₹24.57 લાખ નો ઝડપાયો
નવસારીથી ગોંડલ તરફ જતા આ દારૂના જથ્થા સાથે ડ્રાઈવર અને કન્ડક્ટર હાલ પોલીસ જાપ્તામાં છે
દારૂના ધંધાર્થીઓએ વિચાર્યું હશે
“શણના કોથળા નાખી દઈએ, પોલીસને શું ખબર પડશે!
“પણ ભાઈ…કોથળા બદલી શકાય, કાયદાની નજર નહીં!
રસ્તો બદલી શકાય, પરંતુ પોલીસની બાતમી નહીં!
બ્યુરો: આરીફ શેખ

