October 13, 2026 12:08 pm

તારાપુર–વટામણ ચોકડી પર બ્લડ ડોનેશન સાથે ટ્રાફિક અવરનેસનો માનવતાભર્યો સંદેશ

તારાપુર–વટામણ ચોકડી પર બ્લડ ડોનેશન સાથે ટ્રાફિક અવરનેસનો માનવતાભર્યો સંદેશ

“સલામતી જ સંસ્કાર – નિયમો જ સુરક્ષા” ના સૂત્ર સાથે તારાપુર અને વટામણ ચોકડી પર એક અનોખું અને સમાજ હિતકારક અભિયાન યોજાયું. ટ્રાફિક અવરનેસ ના આ અભિયાનને વધુ અર્થસભર બનાવતાં કલથીયા કન્સ્ટ્રકશન, GSRDC દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં તારાપુર અને વટામણ વિસ્તારના યુવાનો, વેપારીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો અને કુલ 41 બોટલ બ્લડ એકત્ર થયું. માનવજીવન બચાવવાના આ મહાન કાર્યમાં દરેક દાતાએ પોતાની સામાજિક જવાબદારી નિભાવતી એક મહત્વની ભૂમિકા ભજવી.

કેમ્પ દરમિયાન લોકોને ટ્રાફિક નિયમોની મહત્તા સમજાવવામાં આવી. આયોજકો દ્વારા સ્પષ્ટ સંદેશ અપાયો કે
“રસ્તા પરની શિસ્ત માત્ર દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાના અને અન્યના જીવનની સુરક્ષા માટે છે.”
બ્લડ ડોનેશન અને ટ્રાફિક અવરનેસ – બન્નેને એકસાથે જોડીને સમાજને સંદેશ અપાયો કે માનવજીવનનું રક્ષણ બે રીતે થાય છે ,એક રક્તદાન થી અને બીજું ટ્રાફિક નિયમોનું પાલન કરીને.
સ્થાનિક નાગરિકોએ આ પહેલને આવકાર આપ્યો અને આવી પ્રવૃત્તિઓ નિયમિત રીતે યોજાય તેવી અપેક્ષા વ્યક્ત કરી. કલથીયા કન્સ્ટ્રકશન અને GSRDC ની આ પહેલ સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી આ કેમ્પ માં RTO નાં સી.વાય. ચૌહાણ, GSRDC નાં ડે, એક્સિકેટિવ એન્જિનિયર પિયુષ ઉપાધ્યાય એ હાજરી આપી હતી અને સમગ્ર કાર્યક્રમ માં રેડ ક્રોસ સોસાયટી અને ઈ. બી. ડી ગૃપ નો સહયોગ રહ્યો હતો….

બ્યુરો:આરીફ શેખ