
કેટલાંક લોકો શહેર માં રહે છે તો કેટલાંક લોકો શહેર બની જાય છે.તારાપુરના મૂળ નિવાસી અને વર્ષોથી અમેરિકા માં વસવાટ કરતા હસમુખભાઈ શિવાભાઈ પટેલ એ સાબિત કરી દીધું કે દૂર વસવું એટલે વિસરી જવું નથી. તેમની ધડકન આજે પણ તારાપુરની ગલીઓમાં ધબકે છે, અને તેમની વિચારધારા શહેરના ભવિષ્યને આકાર આપી રહી છે. સાથે સોજીત્રા વિધાનસભા માં “વિપુલ વિઝન સાથે વિકાસ” ની ધબકતી ધમની સમા ધારાસભ્ય શ્રી વિપુલ ભાઈ પટેલ ના પ્રયાસો તારાપુર શહેર ને નવી ઓળખ સાથે વિકાસ થકી નવું રૂપ આપી રહ્યું છે ત્યારે

તારાપુરમાં વર્ષોથી એક સપનું જીવતું હતું કોલેજનું સપનું. આ સપનાને સાકાર કરવા હસમુખભાઈ પટેલે સરકારને
સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ માટે રૂ. ૬.૫ કરોડની કિંમતી જમીન દાનમાં આપી.
આ માત્ર જમીન નથી આ છે હજારો વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્યની પાયારેખા. હવે તારાપુરનો યુવાન શહેર છોડ્યા વિના ઉચ્ચ શિક્ષણ લઈ શકશે આ છે દાનનું સાચું મૂલ્ય.
સુશાસન થકી શહેરને ઓળખ આપતું ભવન બનશે જ્યારે તારાપુર પંચાયતમાંથી નગરપાલિકા બની, ત્યારે એક મજબૂત વહીવટીતંત્ર માટે યોગ્ય ભવન જરૂરી હતું. નગરપાલિકા ભવન માટે રૂ. ૪.૫ કરોડની જમીન દાનમાં આપી શહેરના આયોજન, પારદર્શક શાસન અને વ્યવસ્થિત વિકાસ માટે અડગ આધાર બનશે
વર્ષો થી તારાપુર શહેર માં મસમોટું સ્ટેટલાઈન વિજ બીલ બાકી હતુ પરંતું હવે પ્રકાશ થકી અંધકારમાંથી બહાર લાવતો દાનભાવ જોવા મળશે વર્ષોથી તારાપુર શહેર પર વીજ બિલનું બોજ હતું. એ સમસ્યાને હલ કરવા માટે હસમુખભાઈ પટેલે રૂ. ૨૦ લાખનું દાન સ્ટ્રીટલાઈટના બાકી વીજ બિલ ચૂકવવા આપ્યું.
આ દાનથી માત્ર લાઇટ નહીં, સુરક્ષા, નિશ્ચિંતા અને વિશ્વાસ પ્રગટશે
દાન જ્યારે ઇતિહાસ બની જાય છે ત્યારે હસમુખ ભાઈ પટેલે
કુલ મળીને રૂ. ૧૧.,૨૦ કરોડથી વધુની કિંમતી જમીન અને નાણાકીય સહાય,શિક્ષણ, સુશાસન અને શહેર વિકાસ માટે અર્પણ કર્યા છે જે માત્ર
આંકડા નથી, આ છે ભાવના, ફરજ અને માટી પ્રત્યેનો ઋણભાવ.
હસમુખભાઈ શિવાભાઈ પટેલે કોઈ હોદ્દો ધારણ કર્યો નથી,પણ તેમણે જે કર્યું છે,એ અનેક પેઢીઓ યાદ રાખશે.તેમનું નામ કોઈ શિલાલેખ પર નહીં,
પરંતુ વિદ્યાર્થીઓની સફળતામાં, શહેરની વ્યવસ્થામાં અને રાતે ઝળહળતા દીવાઓમાં લખાયેલું રહેશે. તારાપુર ગર્વ અનુભવે છે
કારણ કે તેને એવો દીકરો મળ્યો જે વિદેશમાં રહીને પણ માટીને ભૂલ્યો નથી… અને માટીને ઉજળું ભવિષ્ય આપ્યું છે.
સાથે સાથે ધારાસભ્ય શ્રી વિપુલ ભાઈ પટેલ એ તારાપુર શહેર ના વિકાસ માટે અથાગ પ્રયત્નો કર્યાં છે અહીં નેતૃત્વ શબ્દોમાં નહીં, કાર્યોમાં બોલેજ્યાં દાન દેખાડા માટે નહીં, વિકાસ માટે થાય જ્યાં રાજકારણ નહીં, માનવતા આગળ આવે એ જ છે તારાપુરની ઓળખ.
દાન ની શરવાણી જોઈ વિકાસ માટે પ્રતિબદ્ધ નેતૃત્વ કરનાર ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ.તારાપુર માટે ગૌરવ અનુભવે છે.
બ્યુરો: આરીફ શેખ તારાપુર

