August 29, 2026 1:28 am

પીસાવાડા ગામે દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદની ભવ્ય ઉજવણી — એકતા અને ભાઈચારો બન્યો પ્રેરણાસ્ત્રોત

આજે ધોળકા તાલુકાના પીસાવાડા ગામે દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદનો પવિત્ર તહેવાર ભવ્યતા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. સમગ્ર ગામમાં ખુશીઓની લહેર છવાઈ ગઈ હતી અને દરેક ચહેરા પર આનંદની ઝળહળાટ જોવા મળી રહી હતી.
ઈદના પાવન પ્રસંગે સમાજના લોકો એકત્રિત થઈને નમાઝ અદા કરી અને દેશ-દુનિયામાં શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી. ત્યારબાદ એકબીજાને ગળે મળી “ઈદ મુબારક” કહી

ભાઈચારાનું સુંદર દૃશ્ય સર્જાયું.
દાઉદી વોહરા ની ઈદ નિમિતે ધોળકાના ધારાસભ્ય શ્રિ કિરીટસિંહ ડાભી  તેમજ ભાજપના પ્રમુખ વિષ્ણુભાઈ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પીસાવાડા ગામના સરપંચ ભરતભાઈ ભરવાડ, ડેપ્યુટી સરપંચ બુરહાનભાઈ મીનાત, લઘુમતી સેલના પ્રમુખ તાહિરભાઈ, મુખી અબ્બાસભાઈ, ઈબ્રાહિમભાઈ, તેમજ ભાજપના કાર્યકર કૌશરભાઈ કાઠી અને જુમાતના મુલ્લા રજબભાઈ બારડ સહિતના અગ્રણીઓએ હાજરી આપી પ્રસંગને ગૌરવવંતો બનાવ્યો હતો.

આ પ્રસંગે આગેવાનો દ્વારા ગામજનોને ઈદની શુભેચ્છાઓ પાઠવી અને સમાજમાં એકતા, સૌહાર્દ અને પરસ્પર પ્રેમ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે આવા તહેવારો સમાજને જોડવાનો સશક્ત માધ્યમ છે.
પીસાવાડા ગામે ઉજવાયેલ આ ઈદ માત્ર એક ધાર્મિક ઉજવણી નહોતી, પરંતુ સમાજમાં એકતા, સમરસતા અને માનવતાનું જીવંત પ્રતિબિંબ બની. દાઉદી વ્હોરા સમાજની આ પહેલે ગામમાં એક નવી ઊર્જા અને પ્રેરણા ફૂંકી છે.
આવી ઉજવણીઓ જ આપણા સમાજને મજબૂત બનાવે છે અને ભાઈચારો વધુ ગાઢ કરે છે.

અહેવાલ: કૌશર કાઠી – પિસાવાડા -ધોળકા