August 29, 2026 1:28 am

તારાપુર પોલીસની મોટી સફળતા
અન-ડીટેક્ટ ફેટલ હિટ એન્ડ રન ગુનો માત્ર CCTV અને ટેક્નિકલ તપાસથી ઉકેલાયો


તારાપુર-ધર્મજ રોડ, ઈન્દિરા કોલોની સામે બનેલા જીવલેણ અકસ્માતનો ભેદ ઉકેલાયો
ગઈ તા. ૦૮/૦૫/૨૦૨૬ના રોજ તારાપુર નજીક જય ખોડીયાર હોટલ સામે ધર્મજ-તારાપુર હાઇવે પર અજાણ્યા ફોરવ્હીલ વાહન ચાલકે પુરઝડપે ગાડી હંકારી રામોદડી ગામના રહેવાસી રમેશભાઈ માધવભાઈ વણકરને ગંભીર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહનચાલક પોતાની બ્રેજા કાર લઈને ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે તારાપુર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા તથા એમ.વી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ PSI શ્રી આર.એસ. શેલાણા ને સોંપવામાં આવી હતી.

પોલીસે કેવી રીતે ઉકેલ્યો ગુનો ?
તારાપુર પોલીસની ટીમે ઘટના સ્થળના CCTV ફૂટેજ ચેક કર્યા, પરંતુ ગાડીનો નંબર સ્પષ્ટ દેખાતો નહોતો.
ત્યારે તપાસ દરમિયાન એક મહત્વની કડી મળી — બનાવ સમયે “ગોગા સીકોતર ટ્રાવેલ્સ” બસ ત્યાંથી પસાર થતી હતી.

ટ્રાવેલ્સના ક્લીનર સાથે સંપર્ક કરતા જાણવા મળ્યું કે અકસ્માત કરનાર ગાડી બ્રેજા હતી અને નંબર “૯૪૦૧” હોવાનું યાદ હતું.
ત્યારબાદ PI શ્રી એ.બી. ગોહીલના માર્ગદર્શન હેઠળ વાસદથી વટામણ સુધીના આશરે ૫૦ જેટલા CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા.
બો

ચાસણ ટોલના CCTVમાં ત્રણ શંકાસ્પદ બ્રેજા કાર જોવા મળી, જેમાંથી એકનો નંબર
GJ-16-AF-9401 હોવાનું બહાર આવ્યું.
પોલીસે વાહન માલિકનો સંપર્ક કરતા શરૂઆતમાં ઇનકાર કર્યો, પરંતુ ટેક્નિકલ પુરાવા અને CCTV સામે આવતા આખરે અકસ્માત તેમની ગાડીથી થયેલ હોવાની કબૂલાત આપી.
ત્યારબાદ તારાપુર પોલીસે આરોપી ધવલસિંહ માધવસિંહ સોલંકી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુનો શોધનાર પોલીસ ટીમ
શ્રી

એ.બી. ગોહીલ – PI, તારાપુર
શ્રી આર.એસ. શેલાણા – PSI, તારાપુર
શ્રી જે.બી. વાઘેલા – PSI, તારાપુર
ASI દેવજીભાઈ
પો.કો અરુણભાઈ
તારાપુર પોલીસની સતર્કતા, ટેક્નિકલ તપાસ અને સતત મહેનતથી અન-ડીટેક્ટ ફેટલ ગુનો ગણતરીના સમયમાં ઉકેલાતા લોકોમાં પ્રશંસા વ્યાપી ગઈ છે.

બ્યુરો:આરીફ શેખ