February 23, 2026 6:41 pm

ધ્યાન,ધર્મ અને ધેનુ સેવાનો દિવ્ય સંગમ– ગોકુલધામ નાર

ગોકુલધામ, નાર ખાતે World Meditation Dayની ઉજવણી માત્ર એક કાર્યક્રમ ન રહી, પરંતુ મન, માનવતા અને માતૃ ગૌ સેવાનો પાવન મહોત્સવ બની. આજની અતિ ઝડપી, તણાવભરી અને અશાંત જીવનશૈલીમાં જ્યાં મન સતત દોડે છે, ત્યાં આ કાર્યક્રમએ એક ક્ષણ માટે સૌને થંભાવીને આંતરિક શાંતિનો સ્પર્શ કરાવ્યો.

શાંતિમય અને ભાવપૂર્ણ વાતાવરણમાં આયોજિત આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ઉપસ્થિત સૌને ધ્યાન દ્વારા મનને શાંત રાખવા, તણાવ ઘટાડવા અને જીવનમાં સંતુલન લાવવાની પ્રેરણા આપવામાં આવી. આર્ટ ઓફ લિવિંગના ટ્રેનર પ્રણવભાઈએ ધ્યાનના લાભોને સરળ, સહજ અને હૃદયસ્પર્શી શબ્દોમાં રજૂ કરી સૌમાં આત્મિક જાગૃતિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કર્યો. લાગ્યું કે થોડા ક્ષણના ધ્યાનમાં જ મનના ભાર હળવા થયા અને વિચારોને નવી દિશા મળી.
આ પાવન અવસરને વધુ અર્થસભર બનાવતાં ગોકુલધામ, નાર દ્વારા ગુજરાતની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગૌશાળાના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું. સેવા અને સંવેદનાનો આ સંકલ્પ માત્ર ઇંટ-પથ્થરનો ન રહ્યો, પરંતુ કરુણા, સંરક્ષણ અને સંસ્કારનો શિલાન્યાસ બન્યો. દાતા શ્રી જગદીશભાઈ પટેલ તથા તેમના પરિવારની ભાવસભર હાજરીમાં, ગુરુવર્ય પ.પૂ. મોહન સ્વામીજી અને પ.પૂ. શુકદેવપ્રસાદ સ્વામીજીના આશીર્વાદથી ગૌસેવાના આ મહાન કાર્યની શુભ શરૂઆત થઈ.

નિર્માણ પામનાર આ ગૌશાળામાં આશરે 350 ગીર ગૌમાતાની સંભાળ, આરોગ્ય અને રક્ષણ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ગૌશાળા માત્ર ગૌમાતાનું આશ્રયસ્થાન નહીં, પરંતુ સમાજમાં કરુણા, સેવાભાવ અને સંસ્કૃતિનું જીવંત કેન્દ્ર બનશે.
આ સમગ્ર કાર્યક્રમ મનની શાંતિ અને નિષ્કામ સેવાનો અદભુત સમન્વય બની રહ્યો—જ્યાં ધ્યાન દ્વારા આંતરિક શુદ્ધિ અને ગૌસેવા દ્વારા બાહ્ય સેવા એકસાથે સાકાર થઈ. ગોકુલધામ નારનો આ પ્રયત્ન આજના યુગને સંદેશ આપે છે કે સાચી પ્રગતિ મનની શાંતિ, કરુણા અને સેવામાંથી જ જન્મે છે.

બ્યુરો: આરીફ શેખ

और पढ़ें

best news portal development company in india

Cricket Live Score

Rashifal

और पढ़ें