April 14, 2026 10:13 am

ગોકુલધામ નારમાં આધ્યાત્મિકતા અને વિકાસનો અનોખો સમન્વય

સ્વામિનારાયણ ગોકુલધામ નાર ખાતે ગીતા જયંતિનો પવિત્ર અવસર ભવ્યતા અને ભાવભિનંદન સાથે ઉજવાયો. ગોકુલધામ સ્કૂલના 1200 વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભગવદ્ગીતા ના 15મા અધ્યાયનું વચનાનુવાદ વાંચન કર્યું, જેના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું. ત્યારબાદ ગીતા પૂજન અને આરતીથી કાર્યક્રમને વધુ પવિત્રતા પ્રાપ્ત થઈ.

આ પ્રસંગે સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા ૫.પૂ. શુકદેવપ્રસાદદાસજી સ્વામીએ જીવનમૂલ્યો અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું અને ગીતા જ્ઞાનના મર્મને સરળ અને સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરતાં ધૈર્ય, કર્તવ્યનિષ્ઠા અને સકારાત્મકતાની અનિવાર્યતા પર ભાર મૂક્યો. સ્વામીશ્રીની વાણીથી વિદ્યાર્થી વર્ગમાં નવી ઉર્જાનો સંચાર થયો, જ્યારે વૃદ્ધાશ્રમના બા-દાદાઓએ ગીતા જયંતિની ઉજવણીમાં સહભાગી બની આધ્યાત્મિક શાંતિ તથા આનંદનો અનુભવ કર્યો.

ગીતા જયંતિના પાવન સમયે ગોકુલધામની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ ઉમેરો થયો જેમાં નવા યાત્રીક ભવન અને પાણીની ટાંકીનું ખાતમૂહૂર્તવિધિ સંતો અને આંગતૂક શ્રેષ્ઠીઓની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂર્ણ કરી. આ સુવિધાઓ તીર્થયાત્રીઓ તથા ગોકુલધામની સેવાકીય પ્રવૃત્તિઓ માટે અત્યંત ઉપયોગી બનશે.

ગીતા જયંતિની આ ઉજવણી ગોકુલધામ માટે આધ્યાત્મિકતા, સેવાના મૂલ્યો અને વિકાસ ત્રણેયનો સુંદર સમન્વય બની રહી.

બ્યુરો: આરીફ શેખ

और पढ़ें

best news portal development company in india

Cricket Live Score

Rashifal

और पढ़ें