
તારાપુર સોજીત્રા રોડ પર તા. 19/11/2025ના રોજ બનેલા ગંભીર હિટ એન્ડ રન અકસ્માતમાં મોતને ભેટેલા યુવાન તુષાર સુરેશભાઈ દંતાણી (ઉંમર 19)ના કેસમાં તારાપુર પોલીસે ઝડપી તપાસ કરી આરોપીને ઝડપવામાં સફળતા મેળવી છે.
ફરિયાદીના નિવેદન આધારે તારાપુર પોલીસ સ્ટેશનમાં કેસ નં. 11215029250458/2025 પ્રસંગે BNS કલમ 281, 106(1) તથા MV એક્ટ કલમ 177, 184, 134(b) હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરાઈ હતી. અકસ્માત સ્થળે CCTV ન હોવા તથા ફરિયાદીને અકસ્માત કરનાર વાહનની ચોક્કસ માહિતી ન હોવાથી આ કેસ ‘અનડિટેક્ટ’ શ્રેણીમાં જતો હતો.
આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શ્રી જી.જી. જસાણી સાહેબે તાત્કાલિક ગુનો ઉકેલવા સૂચનાઓ આપતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.બી. કુંપાવત સાહેબે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ માર્ગદર્શનને અનુસરી પો.સ.ઈ ,આર.એસ. શેલાણા સાહેબે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી.
પોલીસે બનાવ સમયે આસપાસના રૂટ પર આવેલા 50થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા. હ્યુમન સોર્સ આધારે શંકાસ્પદ વાહનોની યાદી બનાવી તમામ વાહનોની ચકાસણી દરમિયાન એક મારૂતિ સેલેરીયો કાર પર શંકા પોકાઈ. CCTV સર્વેલન્સ દ્વારા ગાડી અકસ્માત બાદ સોજીત્રા–કરમસદ મારફતે વિદ્યાનગર તરફ જતી હોવાનું બહાર આવ્યું.
પછી નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ, આણંદની મદદથી ગાડીનો નંબર તથા વિગત મળતાં જ પોલીસે વાહન માલિકનો સંપર્ક કર્યો. પૂછપરછ દરમિયાન વાહનચાલકે ગુનાની કબુલાત કરી. પોલીસે અકસ્માત કરનાર કાર GJ-16-CB-9143 કબ્જે લીધી અને આરોપી મીત ધર્મેન્દ્રકુમાર ગુર્જર (રહે. વાઘપરા-દુમલા, ઝગડીયા, ભરૂચ)ને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કામગીરી કરનાર ટીમ:
• પો.સ.ઈ. આર.એસ. શેલાણા
• અ.હેડ કોં. ચેતનભાઈ ગોવિંદભાઈ
• અ.પો.કો. નરેન્દ્રભાઈ દિનેશભાઈ
• આ.પો.કો. અરૂણભાઈ ભીખાભાઈ
• આ.પો.કો. મહેશભાઈ નટવરલાલ
આ કેસમાં તારાપુર પોલીસની સમયસરની તપાસ, નેટરમ કમાન્ડની ટેક્નિકલ સહાય અને ટીમવર્કના પગલે એક અનડિટેક્ટ હિટ એન્ડ રન કેસ સફળતાપૂર્વક ઉકેલી આરોપીને કાનૂની ચંગુલમાં લેવામાં આવ્યો છે.
બ્યુરો: આરીફ શેખ
વિગતો:તારાપુર પોલીસ સ્ટેશન ની પ્રેસ નોટ ના આધારે ..

