February 23, 2026 8:45 pm

તારાપુર તાલુકા પંચાયતનો ગૌરવદિવસ –
પ્રેમિલાબેન રાઠોડના બિનહરીફ વિજયે વિકાસની નવી દિશાનો પ્રારંભ.

તારાપુર તાલુકાના રાજકીય અને સામાજિક પરિસરમાં આજે એક મહત્વપૂર્ણ ક્ષણ સર્જાઈ હતી. સોજીત્રા વિધાનસભા ક્ષેત્રના તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રેમિલાબેન રાઠોડ બિનહરીફ રીતે વિજેતા બન્યા. આ વિજય માત્ર રાજકીય જીત નથી, પરંતુ જનતાના વિશ્વાસ, સહકાર અને સમર્પણનું જીવંત પ્રતિબિંબ છે.

વિજય પ્રસંગે તારાપુર તાલુકા પંચાયત ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં વિવિધ મંચો પરથી પ્રેમિલાબેનની સરળતા, સંવેદનશીલતા અને સેવા ભાવના અંગે પ્રશંસા થઈ. તાલુકાના વિકાસ માટે તેમનો વિઝન, મહિલા સશક્તિકરણ વિશેની તેમની પ્રતિબદ્ધતા અને ગામથી લઈને તાલુકા સ્તર સુધી દરેક વર્ગના લોકો સુધી પહોંચીને કામ કરવાની તેમની કાર્યશૈલીને જનતાએ દિલથી સ્વીકારી છે.

કાર્યક્રમમાં તારાપુર સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો, સામાજિક કાર્યકરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા. સૌએ એકસ્વરે પ્રેમિલાબેનને અભિનંદન પાઠવ્યા અને તેમની આગેવાનીમાં તાલુકો વિકાસના નવા શિખરો સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી.

સ્થાનિક આગેવાનો દ્વારા વ્યક્ત કરાયું કે પ્રેમિલાબેનનો બિનહરીફ વિજય એ પ્રદેશની એકતા, સંગઠનની મજબૂતી અને લોકજનના વિશ્વાસની અનોખી સાક્ષી છે. આ જીત એ દર્શાવે છે કે તારાપુર તાલુકામાં લોકો વિકાસને પ્રથમ સ્થાન આપે છે અને પારદર્શક નેતૃત્વને પ્રાથમિકતા આપે છે.

આ અવસર પર પ્રેમિલાબેન રાઠોડે પણ ઉપસ્થિત સૌના આશીર્વાદ અને વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે—
“તારાપુરનું સર્વાગી વિકાસ એ જ મારી પ્રથમ અને અંતિમ પ્રાથમિકતા રહેશે. જનતા મારા પરિવાર સમાન છે અને તેમની સમસ્યાઓનો અંત લાવવું એ જ મારી ફરજ છે.”

શિસ્ત, સેવા અને સંકલ્પ સાથે આગળ વધતી આ આગેવાની તારાપુર તાલુકાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે તેવી સૌમાં આશા જાગી છે.

પ્રેમિલાબેન રાઠોડને હાર્દિક અભિનંદન અને આવનારા કાર્યકાળ માટે અનેક શુભકામનાઓ.

બ્યુરો:આરીફ શેખ-તારાપુર 

और पढ़ें

best news portal development company in india

Cricket Live Score

Rashifal

और पढ़ें