પર્યાવરણનું જતન અને હરિયાળું ભવિષ્ય નિર્માણ કરવા માટે શક્તિમાન કંપની દ્વારા તારાપુર વિસ્તારમાં અનોખી પહેલ હાથ ધરવામાં આવી. “વૃક્ષમાં વાસુદેવ”ના સંદેશ સાથે વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરી સમાજને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

પર્યાવરણ બચાવવાનો સંદેશ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ કાર્ય દ્વારા આપવાના ઉદ્દેશ સાથે શક્તિમાન કંપની દ્વારા તારાપુર ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત મોરજ ગામની એલ.ડી. પટેલ શાળા સહિત વિવિધ જાહેર સ્થળોએ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. “વૃક્ષમાં વાસુદેવ”ની પવિત્ર થીમને કેન્દ્રમાં રાખી ધરતીનું જતન અને હરિયાળા આવતીકાલ માટે સંકલ્પ લેવાયો.


કાર્યક્રમ દરમિયાન શક્તિમાન રોટાવેટરના ડિસ્ટ્રિબ્યુટર પિયુષ પટેલ, કંપનીના અધિકારીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવોએ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની અપીલ કરી હતી.
શક્તિમાન કંપનીની આ પહેલ માત્ર વૃક્ષારોપણ પૂરતી મર્યાદિત રહી નહોતી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સમાજમાં જવાબદારીની ભાવના જાગૃત કરવાનો પણ પ્રયાસ બની રહી હતી.
“વૃક્ષમાં વાસુદેવ”ના સંકલ્પ સાથે શક્તિમાન કંપનીએ તારાપુરમાં હરિયાળું ભવિષ્ય સર્જવા માટે એક પ્રશંસનીય પહેલ કરી છે. જો આવી પહેલમાં સમાજનો પણ સહયોગ મળશે, તો પર્યાવરણનું સંતુલન જાળવવામાં ચોક્કસ સફળતા મળશે.
બ્યુરો:આરિફ શેખ તારાપુર.


