ઓરેન્જમૂન (યુ.કે.) સાથે ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસ નો MOU થયો જેનાથી પ્રિસ્કૂલ શિક્ષણમાં આંતરરાષ્ટ્રીય ક્રાંતિ આવશે…

શૈક્ષણિક ઉત્તમતા અને સમાજના સર્વાગી વિકાસ માટે છેલ્લા 21 વર્ષથી સતત પ્રેરણાસ્ત્રોત બનેલું સ્વામિનારાયણ ગોકુલધામ નાર, આજે તેની વિકાસયાત્રામાં એક મહત્ત્વપૂર્ણ વૈશ્વિક સિદ્ધી નોંધાવી છે. ગોકુલધામના સ્વપ્નદ્રષ્ટા ૫.પૂ.શુકદેવપ્રસાદદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સંસ્થા સેવા પ્રવૃતિઓ સાથે હવે વૈશ્વિક શિક્ષણની ઊંચાઈઓ સર કરવાની દિશામાં દૃઢ પગલું ભર્યું છે.
આજે ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસ ખાતે આવેલ ઘનશ્યામ પ્રિસ્કૂલ અને યુનાઇટેડ કિંગડમની પ્રતિષ્ઠિત ઓરેન્જમૂન ટ્રેનીંગ (U.K.) વચ્ચે આંતરરાષ્ટ્રીય શિક્ષક તાલીમ અને વિધાર્થી વિનિમય કાર્યક્રમ માટે MOU હસ્તાક્ષર થયા. આ પ્રસંગે ઓરેન્જમૂનના CEO શ્રી બેરિંગ્ટન અને પ.પૂ. હરિકૃષ્ણ સ્વામીજીની ઉપસ્થિતિએ ગોકુલધામના વૈશ્વિક શૈક્ષણિક વિકાસને નવી દિશા આપી.

આ સહયોગથી ગોકુલધામના શિક્ષકોને રમત આધારિત નવીન શિક્ષણ પદ્ધતિઓ, સર્જનાત્મક વર્ગખંડ વ્યવસ્થાપન અને અઘતન બાળ મનોવિજ્ઞાન જેવી વૈશ્વિક સ્તરની તાલીમ મળશે, જેને કારણે તેઓ વધુ સક્ષમ અને આધુનિક બનશે. તેનો સીધો લાભનાનકડા વિધાર્થીઓને આનંદમય, સર્જનાત્મક અને બાળક કેન્દ્રિત આંતરરાષ્ટ્રીય ધોરણનું શિક્ષણ રૂપે મળશે, જે તેમની સર્વાંગી પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્યને ગતિ આપશે. આ આંતરરાષ્ટ્રીય સહયોગ ગોકુલધામના સંકલ્પને મજબૂત બનાવે છે કે “ગુરુકુળના મૂલ્યો સાથે વૈશ્વિક શિક્ષણની ગુણવત્તા જોડીને, ભવિષ્યના બાળકોને વિશ્વસ્તરીય નાગરિક બનાવવા.”


બ્યુરો: આરીફ શેખ

