તારાપુર:લોખંડી ઇચ્છાશક્તિના પ્રતિક અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તારાપુરમાં આજે એક ભવ્ય અને ઐતિહાસિક યુનિટી માર્ચ યોજાઈ. તારાપુર નગરપાલિકા ના પટાંગણથી શરૂ થયેલી આ યાત્રા પલોલ ગામ સુધી જનજનનો ઉત્સાહ સાથે આગળ વધી, જ્યાં એકતા, બંધુતા અને દેશભક્તિના સંદેશથી માહોલ ગુંજી ઉઠ્યો.
લોખંડી ઇચ્છાશક્તિના પ્રતિક અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તારાપુરમાં આજે એક ભવ્ય અને ઐતિહાસિક યુનિટી માર્ચ યોજાઈ. તારાપુર નગરપાલિકા ના પટાંગણથી શરૂ થયેલી આ યાત્રા પલોલ ગામ સુધી જનજનનો ઉત્સાહ સાથે આગળ વધી, જ્યાં એકતા, બંધુતા અને દેશભક્તિના સંદેશથી માહોલ ગુંજી ઉઠ્યો.

યુનિટી માર્ચમાં સોજીત્રા ના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ અને જીલ્લા પ્રમૂખ સંજય ભાઇ પટેલ સહિત વિવિધ હિંદુ મુસ્લિમ સામાજિક આગેવાનો, તાલુકા તંત્ર, પોલીસ દળ, અને ખાસ કરીને મામલતદાર સાહેબ સહીતનું સમગ્ર પ્રશાસન તંત્ર યાત્રાને સફળ બનાવવા ખડેપગે રહ્યું. માર્ગમાં અલગ-અલગ શાળાના વિદ્યાર્થીઓ, યુવાની બ્રિગેડ, મહિલાઓની મંડળીઓ અને નગરજનો દ્વારા દેશભક્તિના નારા સાથે યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું.
ત્રિરંગાના ધ્વજોની લહેરાહટ, બાળકોના ઉજ્જવળ ચહેરા, અને “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ના નાદે સમગ્ર માર્ગને દેશપ્રેમના રંગોથી રંગી લીધો. સરદાર પટેલનું સ્વપ્ન – અખંડ ભારત આ યાત્રામાં જીવંત થયું હોય એવું સૌને લાગ્યું.

યાત્રા પૂર્ણ થયા બાદ અધિકારીઓએ પોતાની વાણીમાં સરદાર પટેલના અવિસ્મરણીય યોગદાન પર પ્રકાશ પાડી જણાવ્યું કે “ભારતની એકતા, હિંમત અને વિકાસની દિશામાં સરદાર પટેલની વિચારધારા આજે પણ માર્ગદર્શક છે.”
જે રીતે તારાપુરથી પલોલ સુધીની આ યુનિટી માર્ચે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમનો નવો સ્પંદન જગાવ્યો, તે નિશ્ચિત જ આવનારી પેઢી માટે પ્રેરક ક્ષણ બની રહેશે.
આજનો દિવસ ફરી યાદ અપાવે છે કે—
“એકતા એ રાષ્ટ્રની રીડ છે, અને તે રીડને મજબૂત બનાવનાર સરદાર પટેલ ભારતના સાચ્ચા લોહપુરુષ છે.”
બ્યુરો -આરીફ શેખ તારાપુર

