જ્ઞાનયજ્ઞની પવિત્ર શરૂઆત – વિદ્યાર્થીઓને પ્રેરણાનો સંદેશ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ ૧૦ અને ૧૨ની જીવન નિર્ણાયક પરીક્ષાઓનો પવિત્ર આરંભ થતાં આજ રોજ સોજીત્રા શહેર મુકામે એમ.એમ. પટેલ હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થી મિત્રોનું ફૂલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું તેમજ મોં મીઠું કરાવી આત્મવિશ્વાસ અને ઉત્સાહ સાથે પરીક્ષા આપવા

પ્રેરિત કરવામાં આવ્યા.
વિદ્યાર્થીઓના ચહેરા પર ઝળહળતો વિશ્વાસ, માતા-પિતાના સપનાઓ અને શિક્ષકોના પરિશ્રમનો આ સુંદર સંગમ – એ જ ભવિષ્યના ઉજ્જવળ ભારતની સાચી ઓળખ છે. પરીક્ષા માત્ર ગુણ મેળવવાનો સમય નથી, પરંતુ મહેનત, સંકલ્પ અને આત્મવિશ્વાસની કસોટી છે.

સોજીત્રા શહેર તેમજ તાલુકાના તમામ પરીક્ષાર્થી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને હાર્દિક અભિનંદન સાથે દિલથી શુભકામનાઓ પાઠવતા પ્રાર્થના કે આપ સૌ મહેનતના પરિશ્રમથી સફળતા પ્રાપ્ત કરી પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરો.
આ પ્રસંગે સોજીત્રા ના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ સહિત શહેર તથા તાલુકા સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો, કાર્યકર્તાઓ, શિક્ષકગણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો
જેમાં ધારાસભ્ય વિપુલ ભાઈ પટેલે વિદ્યાર્થીઓ ને હિંમત આપી વિશ્વાસ રાખો… મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી.આજની પરીક્ષા આવતીકાલનું ભવિષ્ય લખે છે. તેમ જણાવી ઉત્સાહ વધાર્યો અને
તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ સફળતા માટે અનંત શુભેચ્છાઓ પાઠવી હતી…
બ્યુરો: આરીફ શેખ

