તારાપુર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
પ્રથમ મહિલા પ્રમુખ તરીકે રશ્મિકાબેન પટેલ બિનહરીફ ચૂંટાયા


આણંદ જિલ્લાની નવનિર્મિત તારાપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ સત્તાનું સુકાન મજબૂતાઈથી સંભાળી લીધું છે. તારાપુર નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા પ્રમુખ તરીકે ભાજપના રશ્મિકાબેન ધીમંતભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવતા ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
જ્યારે ઉપ પ્રમુખ તરીકે પુનમભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં આજે પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણીની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

જેમાં ભાજપના ૧૩ સભ્યો ઉપરાંત ૫ અપક્ષ ઉમેદવારોએ પણ ટેકો જાહેર કરતા ભાજપ તરફેણમાં કુલ ૧૮ સભ્યોનું પ્રચંડ સંખ્યાબળ ઉભું થયું હતું.
નગરપાલિકાની સત્તાવાર રચનામાં પ્રમુખ તરીકે રશ્મિકાબેન ધીમંતભાઈ પટેલ, ઉપ પ્રમુખ તરીકે પુનમભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ, કારોબારી ચેરમેન તરીકે દક્ષેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે દિલીપભાઈ અમૃતલાલ ડબગર અને દંડક તરીકે રેખાબેન સઈજીભાઈ રબારીની વરણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તારાપુર નગરપાલિકાની ૨૪ બેઠકો માટે યોજાયેલી પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૧૩ ઉમેદવારો વિજેતા બન્યા હતા. આજે સત્તાવાર જાહેરાત બાદ સમગ્ર તારાપુર શહેર ભાજપના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

આ પ્રસંગે સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ તેમજ પૂર્વ રાજ્યસભા સાંસદ લાલજીભાઈ વડોદિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભાજપના તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં નગરજનોએ ઉમટી પડીને નવનિયુક્ત પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી સભ્યોને ફૂલહાર પહેરાવી ભવ્ય શુભેચ્છાઓ પાઠવી હતી.
તારાપુરના રાજકારણમાં ભાજપે ફરી એકવાર પોતાની મજબૂત પકડ સાબિત કરતાં નવનિર્મિત નગરપાલિકામાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

બ્યુરો:આરીફ શેખ

और पढ़ें

best news portal development company in india

Cricket Live Score

Rashifal

और पढ़ें