February 23, 2026 6:50 pm

એકતા, ઈખલાસ અને ઈબાદત નો સંગમ – મોરજ સમુહ શાદી

મોરજમાં લખાશે ઈતિહાસ – સમુહ શાદી થી એકતા, સાદગી અને સંસ્કારની શાનદાર શરૂઆત થશે.

“જ્યાં નિયત સાફ હોય,
ત્યાં રિવાજો પણ ઝૂકી જાય છે,
અને જ્યાં એકતા હોય,
ત્યાં ઈતિહાસ આપમેળે રચાય છે…”
તારાપુરના મોરજ ગામે આવનાર 28 ડિસેમ્બર 2025 – રવિવાર માત્ર એક દિવસ નથી,આ દિવસ સમાજના દિલ પર લખાઈ જનાર એક પવિત્ર વચન છે.
સમસ્ત મોરજ મુસ્લિમ સમાજ, એકતા ફાઉન્ડેશન અને મોરજ યંગ સર્કલના સહકારથી યોજાનાર સમુહ લગ્ન પ્રસંગમાં મોરજ અને આસપાસના વિસ્તારોની 16 નવદંપતી એકસાથે લગ્નગ્રંથિથી જોડાશે.
“લગ્ન માત્ર બે દિલોનો મિલન નથી,
પરંતુ બે પરિવારોની દુઆઓનું સંગમ છે.”
આ પહેલ મોરજ મુસ્લિમ સમાજ માટે એક ઐતિહાસિક ક્ષણ બની રહેશે. વર્ષો બાદ સમાજમાં એવી જાગૃતિ આવી રહી છે, જ્યાં સાદગી ગૌરવ બની છે અને એકતા શક્તિ બનીને ઉભરી આવી છે. એકતા ફાઉન્ડેશનની દૃષ્ટિ અને મોરજ યંગ સર્કલની યુવાન ઉર્જાએ મળીને સમાજને નવી દિશા આપી છે.
આજના સમયમાં જ્યારે મોંઘવારી ગરીબોના સપનાઓ પર ભાર બનીને ઊભી છે,ત્યારે દીકરા-દીકરીના લગ્ન માટે કરજ લેવું મજબૂરી બની ગયું છે.આ સમુહ લગ્ન એ મજબૂરી સામે સાહસિક બળવો છે.

“કરજના કાગળ કરતાં,
દુઆઓનું વજન ભારે હોય છે,
ફૂજુલ ખર્ચ કરતાં,
સાદગી વધારે પવિત્ર હોય છે.”
દેખાદેખી, ફૂજુલ રિવાજો અને બિનજરૂરી ખર્ચને અલવિદા કહીને સમાજને એક નવો ચીલો બતાવવાનો આ પ્રયાસ છે. મોરજમાં આજે જે થવા જઈ રહ્યું છે, તે માત્ર લગ્ન નથી – સામાજિક સુધારાનો ઈનકાર ન કરી શકાય એવો સંદેશ છે.
“જે સમાજ સમય પહેલા બદલાય,
એ સમાજ સમયને બદલી નાખે છે.”
આ પ્રસંગે સમગ્ર મોરજ મુસ્લિમ સમાજ એક મંચ પર, એક દિલ બનીને ઊભો રહેશે. આ ઉત્સવ ખુશીઓનો છે, પરંતુ એ ખુશી સાથે જવાબદારી, સમજદારી અને સંવેદનશીલતાનો સ્પર્શ પણ છે.
મોરજનો આ દિવસ આવનારી પેઢીઓને કહી જશે કે,
લગ્ન ભવ્યતા નથી, બરકત છે,લગ્ન ખર્ચ નથી, ઇબાદત છે,અને એકતા માત્ર શબ્દ નથી, જિંદગીનો આધાર છે.
“આજે મોરજ લગ્ન ઉજવે છે,કાલે સમાજ ઉજવશે,
કારણ કે આજે અહીં વિચારનો વિજય થયો છે…”
એકતા ફાઉન્ડેશન, મોરજ યંગ સર્કલ અને સમગ્ર મોરજ મુસ્લિમ સમાજને દિલથી મુબારકબાદ —
આ પહેલ ઇતિહાસ બનીને જીવતી રહેશે

બ્યુરો:આરીફ શેખ-પડછાયો એક સત્ય

और पढ़ें

best news portal development company in india

Cricket Live Score

Rashifal

और पढ़ें