August 28, 2026 10:20 pm

તડીપાર: નિયમ ભંગ કરનાર આરોપી મહિયારી થી ઝડપાયો…

તારાપુર પોલીસ દ્વારા તડીપાર હુકમનો ભંગ કરનાર એક વ્યક્તિને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ખંભાત દ્વારા તડીપાર કેસ નો આરોપી જયેદ્રસિંહ ઉર્ફે જયુ ઉર્ફે ભોલો ઉર્ફે ડીબી દિનેશભાઈ ચૌહાણ ને આણંદ, ખેડા, અમદાવાદ ગ્રામ્ય અને વડોદરા એમ ચાર જીલ્લાની સીમામાંથી ૨૪ મહિના માટે તડીપાર કરવામાં આવ્યો હતો.

આ હુકમ છતાં આરોપી પોતાના રહેણાંક સ્થળ મહીયારી ગામના ભીમજી ફળીયે રહેતો હતો જેની જાણ તારાપુર પોલીસ ને થતાં. ૧૨ ડિસેમ્બર ના રોજ ૬:૦૦ વાગ્યા ના સુમારે દરમિયાન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતી ત્યારે આરોપી સ્થળ પરથી મળી આવતા તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

આરોપી દ્વારા સરકારી હુકમનો ભંગ કરાતા જી.પી.એક્ટ કલમ–૧૪૨ હેઠળ તારાપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.

ગુનો દર્શાવવાની કામગીરી ત.ક.અમલદાર અહેડ,કો જયેશભાઈ રમેશભાઈ તથા એ.એસ.આઇ. વિહાભાઈ વિરાભાઈ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બ્યુરો: આરીફ શેખ

૯૯૭૪૮૩૭૩૦૦