February 23, 2026 8:27 pm

ખોટી નંબર પ્લેટની મોટરસાયકલ સાથે ફરનાર આરોપી પકડાયો

તારાપુર પોલીસ દ્વારા સમયસર અને અસરકારક કામગીરી કરાતા ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરતી પ્રવૃત્તિઓ પર ફરી એક વાર કડક સંદેશો મોકલાયો છે.તારાપુર પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહીનો દોર વધુ કડક બનાવતા ફતેપુરા બસ સ્ટેન્ડ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલી મોટરસાયકલ સાથે ફરતા એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે.

આરોપી:રણજીતભાઈ વજેસંગભાઈ ગોહેલ

આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જી.જી. જસાણી દ્વારા જિલ્લામાં પેટ્રોલિંગ વધુ કડક કરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા સુચનાઓ આપવામાં આવી હતી. જ્યારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.બી. કુંપાવત (ખંભાત) દ્વારા પણ બાબતે જરૂરી માર્ગદર્શન દેવામાં આવ્યું હતું.

આ સૂચનાઓને અનુસરી 01 ડિસેમ્બર 2025 ના રોજ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પો.સ.ઈ. શ્રી જે.બી. વાઘેલા તથા અ.પો.કો. ભરતભાઈ વીષ્ઠલભાઈ (બ.નં. 655) ને વિશિષ્ટ બાતમી મળી કે ફતેપુરા બસ સ્ટેન્ડ નજીક એક ઈસમ ખોટી નંબર પ્લેટવાળી બજાજ પ્લેટીના મો.સા. સાથે ઊભો છે.

ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી કોર્ડન બનાવી તપાસ હાથ ધરતા બાતમી મુજબનો ઈસમ મળ્યો. નામ-સરનામા પૂછતાં તેણે પોતાની ઓળખ રણજીતભાઈ વજેસંગભાઈ ગોહેલ (રહે. ફતેપુરા બસ સ્ટેન્ડ, તારાપુર, જી. આણંદ) તરીકે આપી.

મોટરસાયકલના કાગળો માંગતાં તેણે કાગળો પાસે ન હોવાનો જવાબ આપ્યો, ત્યારબાદ ઈ-ગુજકોપ પોકેટ કોપ મારફતે નંબર GJ-23-BH-3787ની તપાસ કરતાં નંબર ખોટો હોવાનું ખુલ્યું.

આરોપી દ્વારા પોતાની મોટરસાયકલ પર ખોટી નંબર પ્લેટ લગાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરાતા તરત જ તે સામે BNS કલમ 336(2), 340(2), 341(2) મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

પકડાયેલ આરોપી:
રણજીતભાઈ વજેસંગભાઈ ગોહેલ
રહે. ફતેપુરા બસ સ્ટેન્ડ પાસે, તારાપુર, જી. આણંદ

કામગીરી કરનાર પોલીસ ટીમ:
• પો.સ.ઈ. શ્રી જે.બી. વાઘેલા
• અ.પો.કો. રાજેન્દ્રસિંહ જીલુભા (બ.નં. 1008)
• અ.પો.કો. ભરતભાઈ વીઠ્ઠલભાઈ (બ.નં. 655)

તારાપુર પોલીસ દ્વારા સમયસર અને અસરકારક કામગીરી કરાતા ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરતી પ્રવૃત્તિઓ પર ફરી એક વાર કડક સંદેશો મોકલાયો છે.

और पढ़ें

best news portal development company in india

Cricket Live Score

Rashifal

और पढ़ें