
તારાપુર શહેર માટે આવતીકાલનો દિવસ ઐતિહાસિક બનવાનો છે. તારીખ 22 નવેમ્બર 2025 ના રોજ તારાપુરમાં 3.50 કરોડના ખર્ચે નિર્માણ પામનારા નવા આધુનિક બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કાર્યક્રમ સોજીત્રા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીએ વિપુલભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ તારાપુરના પરિવહન સુવિધાઓને એક નવી દિશા આપવાના છે. વર્ષોથી નાગરિકો સારી સુવિધાઓ સાથેનું બસ સ્ટેશન માંગતા હતા, અને હવે તે સપનું સાકાર થવાના માર્ગે છે. આધુનિક ડિઝાઇન, મુસાફરો માટે આરામદાયક વેઈટિંગ એરિયા, પાર્કિંગ ઝોન, સ્વચ્છતા સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા આ નવા પ્રોજેક્ટના મુખ્ય આકર્ષણો રહેશે.
કાર્યક્રમને લઈને તારાપુર શહેરમાં ઉત્સાહનો માહોલ છે. સ્થાનિક આગેવાનો, વેપારીઓ, ગ્રામસભ્યો, સરકારી તંત્ર, તેમજ મોટી સંખ્યામાં નાગરિકો આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપવા આતુર છે.
ધારાસભ્ય વિપુલભાઈ પટેલે અત્યાર સુધી તારાપુરમાં અનેક વિકાસ કાર્યોને ગતિ આપી છે અને નવા બસ સ્ટેશનનું નિર્માણ પણ તેમના પ્રયાસોનું એક વધુ સફળ પરિણામ છે. તેમનો મંત્ર સ્પષ્ટ છે.
“સુવિધા, સુરક્ષા અને વિકાસ તારાપુરનો હક્ક.”
તારાપુર તાલુકા પંચાયત, નગરપાલિકા અને પરિવહન વિભાગના સંકલિત પ્રયત્નોથી આ પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે, જે આગામી વર્ષોમાં મુસાફરોની વધતી આવનજાવનને મધ્યનઝર રાખીને સંપૂર્ણ ઉપયોગી સાબિત થશે.
આવતીકાલનો દિવસ તારાપુરના વિકાસયાત્રાનો નવો અધ્યાય લાવશે…
નાગરિકોમાં ઉત્સાહ, નેતૃત્વમાં દ્રષ્ટિ અને પ્રોજેક્ટમાં પ્રગતિ!

બ્યુરો: આરીફ શેખ તારાપુર

